હોળી ધુળેટી પર્વને લઈ શહેરની બજારોમાં રંગીન માહોલ જોવા મળી રહ્યો છે. આ પર્વને હવે ગણતરીના દિવસો બાકી હોઈ પાટણ શહેરની બજારોમાં પર્વને લગતી વિવિધ ચીજવસ્તુઓની સાથે અવનવી વેરાયટીવાળી પીચકારીઓ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. રિમોટ વાળી પિસ્તોલ પિચકારી, દફતર ટાઈપની પિચકારી પણ બજારમાં આવી ગઈ છે. બેબીડોલ , પરી, કાર્ટૂન, ડાયનાસોર, ટોમ એન્ડ જેરી, રોકેટ લોન્ચર, વોટર ગન, સૈનિક, ડક, સહિત વિવિધ પ્રકારની પિચકારીઓ વેચાઈ રહી છે.