ભરૂચ જિલ્લામાં આંગણવાડીના ખસ્તાહાલ જોવા મળી રહયાં છે. શુકલતીર્થ ગામમાં 24.60 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવા છતાં આંગણવાડીના નવા મકાનો બનાવવાની કામગીરી ખોરંભે ચઢી છે. 8 મહિના પહેલાં જૂના મકાનો તોડી નાખવામાં આવતાં હાલ બાળકો જૂની આંગણવાડીઓના ઓટલા પર કે સંચાલકોના ઘરે ભણવા માટે મજબૂર બની ગયાં છે.