કડીના વેકરા ગામના વહાણવટી ફાર્મમાં નાની કડીનો સંજય કાંતિલાલ ઉર્ફે એસ.કે. બહારથી માણસો બોલાવી પ્લાસ્ટિકના કોઈનથી જુગારની કલબ ચલાવતો હતું. બાતમીને આધારે બાવલુ પોલીસે ફાર્મ પર રેડ પાડી સંજય પટેલ સહિત 25 જુગારીઓને રૂ.67.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા 25 તેમજ ત્રણ વોન્ટેડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોવામાં જે કેસિનોમાં પ્લાસ્ટિકના કોઈન મહિલાઓ વહેંચતી હોય છે તેવી જ રીતે કડીમાં પણ આ જુગાર ચલાવવામાં આવતો હતો.