અમદાવાદના શાહીબાગમાં આવેલી ફિરદૌસ અમૃત સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. વાલીઓ સ્કૂલે પહોંચીને વિરોધ કરી રહ્યાં હતાં. ધોરણ 9થી ગુજરાત બોર્ડ બંધ કરી વાલીઓને બાળકોને આગળ અભ્યાસ કરાવવો હોય તો CBSE બોર્ડમાં એડમિશન લેવાનું જણાવવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. જોકે, આ મામલે સ્કૂલ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અહીં ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડ બંને ચાલી રહ્યું છે.