નેશનલ એકશન પ્લાન ફોર ડોગ અંતર્ગત અમદાવાદ શહેરને વર્ષ-૨૦૩૦ સુધીમાં રેબીસ ફ્રી બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને કવાયત શરુ કરી છે. જેથી શહેરીજનોએ હજુ છ વર્ષ શ્વાનથી સાવચેત રહેવુ પડશે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાનના રસીકરણ પાછળ વર્ષે પાંચ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે.છેલ્લા આઠ વર્ષમાં શહેરીજનોને શ્વાન કરડવાના ૩.૭૦ લાખથી પણ વધુ બનાવ નોંધાયા છે.