ભરૂચના નદી કિનારે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠ આવેલો છે. આ સંકુલમાં મહાદેવના મંદિર પણ આવેલા છે. વહેલી સવારે એક અજાણ્યો શખ્સએ મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી.આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણ વાળી કાપલીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી. ત્યારબાદ અજાણ્યો શખ્સ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.મેસેજ મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે. ગુનો દાખલ કરી દીધો છે. જેને કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરશે.