ચીખલીના શ્યાદા ગામે પ્રમુખ નગર પાસે શ્રીજી ક્લિનિકમાં છેલ્લા 5 વર્ષથી સરકાર માન્ય રજીસ્ટ્રેશન અને ડિગ્રી વગર ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે. જેના આધારે નવસારી SOG પોલીસે રેડ કરતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો રહેવાસી આરોપી નયન પાટીલ દર્દીઓની સારવાર કરતા રંગે હાથ ઝડપાયો હતો. દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તથા ડોક્ટરે પ્રેક્ટિસ કરવાના સાધન સામગ્રી મળી કુલ 35,819 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.