ધનસુરાના કમાલીયા કંપા પાસે બે દિવસ અગાઉ યુવકને ત્રણ ગણા પૈસા કરી આપવાની લાલચ આપી બોલાવી 3 લાખની લૂંટ કરનાર 12 પૈકી 8 આરોપીઓને પોલીસે ઝડપી લઇ 2.23 લાખ રિકવર કર્યા હતા અને બાકીના 4 આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.બે દિવસ અગાઉ યુવકને ટૂંકા ગાળામાં ત્રણ ગણા પૈસા પરત આપવાની લાલચ આપી ત્રણ લાખ રોકડ સાથે બોલાવી યુવક પર લાકડીઓથી હુમલો કરી 3 લાખની લૂંટ ચલાવી હતી.