મેઘરજના અંતરિયાળ એવા તુંબલિયા ગામે 200 ઘરની વસ્તી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, પાણી પુરવઠા વિભાગનો જ્યાં સંપ બનાવેલ છે એ જગ્યાના માલિક દ્વારા સંપ પર કબજો જમાવ્યો છે અને સંપમાંથી પાણી આગળ પાઇપલાઇનમાં જવા દેતા નથી. જેથી ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મેઘરજ મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું છે.