અરવલ્લી જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહનચાલકો બેફામ બન્યા છે. જાહેર હાઇવે રોડ પર તેમજ સરકારી પોલીસ ચોકી આગળથી જ ઓવરલોડ મુસાફરો ભરેલા વાહનો પસાર થતા હોય છે. એક વાહનમાં 40 કરતા વધુ મુસાફરો ભરીને છેક છાપરે પણ ઠસોઠસ મુસાફરો ભરીને જીવના જોખમે મુસાફરોને મુસાફરી કરાવતા હોય છે. આવી બેફામ મોતની સવારીના કારણે ભૂતકાળમાં પણ ઘણા અકસ્માતો થયેલા છે અને કેટલાય નિર્દોષ લોકો આવી જોખમી મુસાફરીનો ભોગ બન્યા છે.