ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે. ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે એવી પણ ચર્ચા ચાલી હતી. રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે મારા પિતા બીમાર છે. મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા લીધી, જેથી પરિવાર બચાવવા માટે મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.