તિલકવાડા નગરમાં નર્મદા ઘાટ ખાતે નાનો ઓવારો આવેલો છે. આ ઓવારો રાજા રજવાડા સમયનો છે અને આ ઓવારો હાલ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં નર્મદા પરિક્રમા શરૂ થવાની છે. આ પરિક્રમા વાસીઓને કોઈ તકલીફ ન પડે અને તેઓ આસાનીથી તિલકવાડા નગરના દરેક તીર્થ સ્થાનોના દર્શન કરી શકે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા નગરના આગેવાનો સ્વયં સફાઈ કરવા માટે આવી પહોંચ્યા હતા. આ ઓવારાનું વિશેષ ધ્યાન રાખવા માટે વહીવટી તંત્રને અપીલ કરાઈ હતી.