સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી દૂધાજી ઠાકોર (ડામોર)ની જાતિને લઇ શરૂ થયેલો વિવાદ હવે પત્રિકા યુદ્ધ સુધી પહોંચી ગયો છે. તલોદ એપીએમસીમાં ભાજપના ઉમેદવારને બદનામ કરતી પત્રિકાઓ ફેંકવા મામલે ભાજપ સંગઠન પણ મેદાને પડ્યું છે. આ કૃત્ય કરનારાઓને ઝડપી લેવાના દાવા સાથે જ આવો પણ દાવો કરાઇ રહ્યો છે કે ટિકિટ ન મળતાં ત્રણ દાવેદારો દ્વારા જ ભાજપના ઉમેદવારને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું હતું.