ઓઇલની જાણીતી બ્રાન્ડેડ કંપનીઓ ના ભળતાં નામના સ્ટીકર અને લોગો મારી શંકાસ્પદ ડુપ્લીકેટ ઓઇલ લઈને મહેસાણા શહેરના ગેરેજમાં વેચવા માટે આવી રહેલા અમદાવાદના શખ્સને મહેસાણા એસઓજીની ટીમે 180 જેટલા ઓઇલના ટીન સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે 68,000 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.