વડોદરા શહેરમાં હોળીના તહેવાર નિમિતે વિવિધ સ્થળોએ જાહેર રસ્તાઓના જંકશન ઉપર તથા સોસાયટીઓના આંતરિક માર્ગ ઉપર પવિત્ર હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટાવવાથી હોળીની જવાળાની સીધી ગરમીના કારણે રસ્તાઓના ડામર પીગળી જવાથી રસ્તાઓના જંકશન તૂટી જાય છે અને જેને કારણે આવા જંકશનોની મરામત પાછળ બિનજરૂરી ખર્ચ થાય છે તેમજ જાહેર જનતાને અગવડ ઉપસ્થિત થાય છે. જેથી હોળી પ્રગટાવવાના સ્થળે પ્રથમ ડામર રસ્તા ઉપર છાણ-માટીનુ જાડુ લીંપણ કરવામાં આવે, તથા તેની ઉપર ઇંટ અથવા રેતી-માટીનુ થર પાથર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે.