રાયકા, પોઇચા અને ફાજલપુર લાઈનનું ઈન્ટરલિંગ કરવા માટેની કામગીરી દરમિયાન બુધવારે 7.25 લાખ લોકોને પાણી મળ્યું ન હતું. ગુરુવારે આજવા સરોવરથી શહેરને પાણી અપાતી 1500 મીમી લાઈનમાં ભંગાણ સર્જાતા સાંજે 7 લાખ લોકોને પાણી મળ્યું ન હતું. જેના કારણે લોકોએ પાણી વિના ટળવળવું પડ્યું હતું. જોકે આજે શુક્રવારે સવારે પણ લોકોને પાણી નહીં મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે.