સુરતમાં ઉનાળાની શરુઆત સાથે જ આગના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. આગના બનાવ સાથે પાલિકાના ફાયર વિભાગે પણ ફાયર સેફટી વિનાની મિલકત સામે કડક કામગીરી શરૂ કરી દીધી છે. પાલિકાની વારંવારની તાકીદ છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન ઉભી કરનારા શોપીંગ સેન્ટર અને ગુરુકુળ સહિતની મિલ્કતો સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં ફાયર સેફ્ટી વિનાની અન્ય મિલ્કતો સામે પણ થશે કાર્યવાહી કરવા માટે કવાયત શરુ કરી દીધી છે