અંકલેશ્વર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બી ડિવિઝન પોલીસની ટીમ મહાવીર ટર્નિગ પાસે ચેકિંગ કરતી હતી તે સમયે ટ્રાવેર્લ્સને રોકી તપાસ કરતા આ નંબર બીજી 2 ફોર્સ ગાડી નોંધાયેલી હોવાનું બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાડીના માલિક અને હાંસોટના સુણેવખુર્દના રહેવાસી વિજય ધનસુખ પટેલની પૂછપરછ કરવામાં આવતાં ભાંડો ફૂટ્યો હતો. પોલીસે 4.50 લાખની કિમંતની બે ફોર્સ ગાડી કબજે કરી છે.