સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેને બારૈયાના નામની જાહેરાત બાદ ભિખાજી ઠાકોરના સમર્થકોનો ગુસ્સો હજુ શાંત નથી થઈ રહ્યો. 3 દિવસથી ભિખાજી ઠાકોરના સમર્થકો તેમને જ સાબરકાંઠા બેઠકથી ઉમેદવાર બનાવવાની માગ કરી રહ્યા છે. આ વચ્ચે ગતરોજ અરવલ્લી કમલમ કાર્યાલયના ગેટ પર મોટી સંખ્યામાં કાર્યકરોનો વિરોધ જોવા મળ્યો હતો. ભાજપના નારાજ સમર્થકોએ કમલમના ગેટ આગળ પાર્ટીની ટોપી અને ખેસ ફેંકી દીધા હતા.