સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સવા મહિના અગાઉ રાત્રી દરમિયાન એક મોબાઈલની દુકાનમાંથી શટર ઊંચું કરી 72 મોબાઈલ સહીત રૂ. 11.69 લાખનો મુદ્દામાલ ચોરી થયો હતો. ચોરીની ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ LCB તપાસ દરમિયાન ચોરી કરનારા બે શખ્સોને ઉત્તરપ્રદેશથી ઝડપી લઈને 6 મોબાઈલ સહીત રૂ. 1.56 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે. જ્યારે બાકીના 67 મોબાઈલ લેનાર પશ્ચિમ બંગાળના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે.