માંડવીના વિન્ડ ફાર્મ બીચ અને રાવળપીર દાદાના બીચ તટે લોકો માટે દીવાદાંડી ખુલી મુકાઇ છે. પ્રવાસીઓએ દીવાદાંડી પરથી નીચે જળ અને ઉપર નભનો નજરાણો માણ્યો હતો. માંડવીનું લાઈટ હાઉસ 60 મીટરની ઊંચાઈ ધરાવે છે. તે 10 નોટીકલ માઈલ દૂર સુધી પ્રકાશ પાડે છે. રાવળપીર દીવાદાંડીની 30 મીટરની ઊંચાઈ છે જે 7 નોટિકલ માઈલ દૂર પ્રકાશ પાડે છે.