સ્કૂલ બોર્ડનાં જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં મ્યુનિ.સ્કૂલોના વિદ્યાર્થીઓને રાહત આપવાના હેતુસર આ નિર્ણય કરાયો છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 95 ટકા સ્કૂલોમાં બપોરની શિફ્ટના વિદ્યાર્થીઓને સવારે બોલાવવાનો નિર્ણય કરાયો છે. નિર્ણય અનુસાર અમદાવાદ શહેરની કુલ 449 સ્કૂલમાંથી 425 સ્કૂલોમાં અભ્યાસ કરતા 9 હજાર વિદ્યાર્થીઓને મોર્નિંગ શિફ્ટમાં બોલાવાશે.1 એપ્રિલથી 5 મે સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.