અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ વોર્ડમાંથી,જાહેરમાર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા કુલ 105 જેટલાં એકમો તપાસતા,83 એકમો ને નોટીસો ઈશ્યુ કરી. 9.7 Kg પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને રૂ. 1,01,700 દંડ વસુલ કરવામાં આવ્યો હતો.