ભરૂચ દહેજથી કોલસો ભરીને એક ટ્રેન ભરૂચ તરફ આવવા રવાના થઇ હતી. દરમિયાનમાં માલગાડીના અંતિમ બોગીમાં નખાયેલાં કોલસામાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યાં હતાં. જે અંગે માલગાડીના ડ્રાઇવરને જાણ કરવામાં આવતાં તેણે તુરંત સમની સ્ટેશન પર માલગાડી ઉભી કરી દીધી હતી. ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને જાણ કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી. લાશ્કરોએ ધુમાડા નિકળતાં કોલસા ભરેલી વેગનમાં પાણીનો મારો ચલાવી કોલસા ઠારતાં ધૂમડા બંધ થયા હતાં.