વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંબેટી ગામ ખાતે આવેલા ખરેડા ફળિયામાં ત્રણ ઇસમો છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી હોળી અને ધુળેટીના દિવસે ફળિયાના લોકો પાસેથી ફંડ ઉઘરાવતા હતા. જે દરમિયાન 1 નંબર વગરની કારમાં 5 અજાણ્યા ઈસમોએ ઘરે આવી ફંડ ફાળાનો હિસાબ કરી રહેલા વ્યક્તિને તથા તેમના મિત્રને પોતાના કબ્જામાં લઈ ઘરમાં મુકેલા એક લાખ રૂપિયા તથા ત્રણ મોબાઇલની લૂંટ ચલાવી ફંડ ફાળો એકત્રિત કરનાર વ્યક્તિને બંદક બનાવી લીધો હતો. તે વ્યક્તિને છોડાવવા માટે વધુ એક લાખ રૂપિયાની ખંડણી વસૂલી કુલ 2.40 લાખની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.