મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ સૌરાષ્ટ્રના જૂનાગઢની મુલાકાતે છે,વર્તમાન સમયમાં સૌરાષ્ટ્રની અનેક બેઠકોને લઇ વિવાદો વચ્ચે મુખ્યમંત્રીની આ મુલાકાતને લઇ રાજકીય ચર્ચાઓ જોર પકડી રહી છે,મુખ્યમંત્રી ગિરનાર કમલમ ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની સંગઠનની બેઠકમાં ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપશે સાથે જ નેતાઓ સાથે પણ બેઠક કરી જરૂરી દિશાનિર્દેશ આપશે.