આણંદ નજીક આવેલા ગામડી ગામ સ્થિત બળીયાદેવ મંદિર પાસે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.22 લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા. મહત્વનું છે કે ઈશ્વરભાઈ દવે સહિતના પરિવારજનો સામાજિક પ્રસંગને લઈને બહારગામ ગયા હતા. ત્યારે તસ્કરોએ તકનો લાભ ઉઠાવી ઘરમાં ચોરી કરી હતી. ત્યારે પોલીસે ફરિયાદ ના આધારે તસ્કરો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.