વિશ્વકર્મા યોજના સહાયના ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી થઈ છે, તે અંતર્ગત કચ્છના લખપત તાલુકામાં પણ મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે. તાલુકા મથક દયાપર ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રના સંકુલમાં કાર્યરત મામલતદાર કચેરીની જનસેવા શાખામાં આ કામગીરીને લઈ લોકોની ભીડ જમાં થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં મહિલાઓ ફોર્મ ભરવા માટે પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવી રહી છે.દયાપર જન સેવા કેન્દ્રમાં અરજદારોની ભીડને જોઈને આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.