ઉનાળાની શરૂઆત સાથે જ ભાવનગરમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે.પીવાના પાણીની અછતના એંધાણ વચ્ચે ભવનગરના કેટલાક જળાશયો તળિયાઝાટક જોવા મળી રહ્યા છે.જિલ્લાના 13 ડેમમાંથી માત્ર 3 ડેમમાં 60થી 70 ટકા જેટલું પાણી છે જ્યારે અન્ય ડેમમાંઆ માત્ર 20 થી 35 ટકાજ પાણી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઊભી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ભાવનગર શહેરમાંઆ શેત્રુંજી, બોર તળાવ અને મહી પરીએજ યોજનામાંથી પાણી આપવામાં આવે છે.