પેટલાદના દાવલપુરા ગામમાં રહેતી ચિતીક્ષાબહેન પટેલના લગ્ન 2006માં જીગરકુમાર રાજનભાઈ પટેલ સાથે થયા હતાં. લગ્ન બાદ યુવક કેનેડા જતો રહ્યો હતો. જોકે, તે વારંવાર વડોદરા આવે તે સમયે યુવતીને પિયરમાંથી નાણા લાવવા દબાણ કરતો હતો. જેના પગલે યુવતીએ પિયરમાંથી 21.50 લાખ લાવીને આપ્યાં છતાં ત્રાસ આપતો હતો. આખરે યુવતીએ પિયરમાં આવીને પતિ સહિત પાંચ સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.