મુંબઈ-અમદાવાદ - સાબરમતી વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનાનું કામ ચાલી રહ્યું છે.ત્યારે અમદાવાદથી સાબરમતી વચ્ચે સાબરમતી નદી પર બની રહેલા પુલની કામગીરીને કારણે અમદાવાદ અને સાબરમતી વચ્ચેની એક રેલ્વે લાઇન હંગામી ધોરણે બંધ રહેશે. જેના કારણે આણંદ-ગાંધીનગર મેમુ ટ્રેન 4 એપ્રિલથી આગળની સૂચના સુધી સંપૂર્ણપણે રદ્દ રહેશે.