આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં 82થી વધુ બ્રાંચ ધરાવતી કેડીસીસી બેંકમાં પ્રથમ વખત ગ્રોસ નફો 51 કરોડ થયો છે. જે બેંકના અત્યાર સુધીના ઇતિહાસમાં રેકર્ડ સમાન છે. આ વર્ષના અંતે ધારા ધોરણ મુજબ તમામ જોગવાઇ કર્યા બાદ કુલ ચોખ્ખો નફો રૂ.31 કરોડ થયો છે. આમ બેંકે ચોખ્ખા નફામાં ગત વર્ષ કરતાં રૂ. એક કરોડનો વધારો કર્યો છે. આ ઉપરાંત બેંકનું કામકાજનું ભંડોળ હાલ રૂ.2983 કરોડ સુધી પહોંચ્યું છે. જેને આગામી સમયમાં રૂ.10 હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે.