આણંદ તાલુકાના ચીખોદરા તાબે રાજનગરમાં રહેતો પ્રોહીબીશનનો લીસ્ટેડ બુટલેગર પપ્પુ રાવજીભાઇ વાઘેલા વિરુધ્ધ વિદેશી દારૂના મોટા જથ્થાના ગુનાઓ નોંધાયેલા હતા. બુટલેગર ઉપર અવાર નવાર કેસો કરવા છતાં તેને અસામાજીક પ્રવૃતિ ચાલુ રાખેલ હોવાથી આણંદ રૂરલ પોલીસ મથકના પી.આઈ એ.જે.અસારીએ બુટલેગર પપ્પુભાઇ રાવજીભાઇ ઉર્ફે ગોપાલભાઇ વાઘેલા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, જીલ્લા મેજીસ્ટ્રેટ-આણંદને મોકલી આપી હતી. જીલ્લા મેજીસ્ટ્રેટે દરખાસ્ત મંજુર કરતાં આણંદ રૂરલ પોલીસે લીસ્ટેડ બુટલેગર પપ્પુ રાવજીભાઇ ઉર્ફે ગોપાલભાઇ વાઘેલાની પાસા હેઠળ અટકાયત કરી, લાજપોર મધ્યસ્થ જેલ - સુરત ખાતે મોકલી આપ્યો હતો.