આણંદ તાલુકાના મોગર ગામમાં બે વર્ષ અગાઉ માથાભારે 43 વર્ષીય રમેશભાઈ ચતુરભાઈ ઝાલાએ ગળું દબાવીને પોતાની પત્નીની હત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતક ગીતાબેનના ભાઈએ વાસદ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેને પોલીસે ગણતરી ના કલાકો માં પકડી પાડ્યો હતો. જેને કોર્ટ માં રજૂ કરતાં કોર્ટે હત્યારા પતિને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે.