ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છે,અને રાજ્કોય પક્ષો પ્રચારમાં લાગ્યા છે.સરકાર પણ અચરસહિંતાને કારણે કોઈ નવા કામો કે આયોજન કરી શકે તેમ નથી ચૂંટણી પહેલા સરકારે 5 થી 6 જેટલી નગરપાલિકાઓને મહાનગર પાલિકા બનાવવાનો નિર્ણય કર્યો હતો જોકે આ નિર્ણયમાં ભુજ નગર પાલિકા વિસરાઈ હતી ભુજવાસીઓએ ભુજ પાલિકાને પણ મહાનગર પાલિકાનો દરજ્જો મળે તેવી માંગ કરી છે,ત્યારે આશા છે કે, લોકસભા ચૂંટણી બાદ ભુજ નગર પાલિકાને કોર્પોરેશનનો દરજ્જો મળી શકે છે.