કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ વાદળો છવાયેલા રહેતાં ગરમીમાં રાહત રહી હતી.આગામી પાંચ દિવસ સુધી ઉષ્ણતામાનમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના ન હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.ભુજમાં અધિકત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા થોડુંક નીચું છે.હાલ ગરમીમાં રાહત અનુભવતા કચ્છવાસીઓને આવનાર દિવસોમાં આકરી ગરમીનો સામનો પણ કરવો પડી શકે છે.