આણંદ-ખેડા જિલ્લામા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર સીધી અસર જોવા મળી રહી છે. ગત સપ્તાહમાં યલો એલર્ટ રહ્યા બાદ ચાલુ સપ્તાહમાં પણ સતત 5 ડિગ્રી તાપમાન ઘટીને 35 થી 36 ડિગ્રી વચ્ચે રહેતા ગરમીમાં રાહત મળી છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે 14 ડિગ્રી ફર્ક રહેતા બેવડીઋતુનો અનુભવ થઇ રહ્યો છે. તેની સીધી અસર માનવ સ્વાસ્થય પર વર્તાઇ રહી છે. નડિયાદ અને પેટલાદ સિવિલમાં 450 વધુ ઓપીડી કેસ આવે છે. જ્યારે ખાનગી દવાખાના સરેરાશ 600 કેસ આવતાં હોય છે. તેમા 480 જેટલા તાવ ,શરદી અને ખાંશી નોંધતા હોવાનું ડોકટરો જણાવ્યું હતું. આ ઉપરાંત ઝાડા-ઉલ્ટી અને ડિહાઇડ્રેશનના દર્દીઓ પણ સારવાર માટે આવી રહ્યાનું જોવા મળે છે.