વર્તમાન વહીવટદાર અને ચીફ ઓફિસર સહિત પાલિકા ટીમ દ્વારા વેરા વસુલાતની નોંધપાત્ર કામગીરી કરવામાં રહી છે. બોરસદ નગરપાલિકા વર્ષ 2023-24 નું કુલ માંગણું 6.99 કરોડ છે. ચાલુ સાલે પાલિકા દ્વારા 3.63 કરોડની વસૂલાત કરી 77.25 ટકાની વેરા વસુલાત કરી બોરસદ નગરપાલિકામાં આવેલા મિલ્કત ધારકોને વેરા વસૂલાત માટે નોટીસો ફટકારવામાં આવી છે. તેમજ પાલિકાએ કડકાઈથી કામગીરી કરતાં 30 કરતાં વધુ મિલ્કત સીલ કરવામાં આવી છે. ત્યારે પાલિકાની કડકાઈપૂર્વકની વસુલાત કામગીરી પગલે સમગ્ર શહેરમાં બોરસદના બાકીદારો માં ફફડાટ વ્યાપી ગયો છે.