હાટકેશ્વર બ્રિજને તોડીને ફરીથી બનાવવા માટે બહાર પડાયેલાં ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ડિફેક્ટ લાયેબિલિટી માત્ર 1 વર્ષની હોવાથી કોન્ટ્રાક્ટરે છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, નવી શરત મુજબ લાયેબિલિટી પિરિયડ 10 વર્ષનો કરાયો છે. 10 વર્ષમાં બ્રિજને નુકસાન થાય તો કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેરિંગ કરાશે. આ ઉપરાંત બ્રિજ પરનો ડામર ઉખડી જાય કે, રેલિંગ તૂટી જાય તો તે માટેની ડિફેક્ટ લાયેબિલિટી 5 વર્ષની નક્કી કરવામાં આવી છે.