આજથી થોડા વર્ષ અગાઉ અપર મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા બાળકને ખાનગી સ્કૂલને સ્થાને મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ લેવા અંગે કહેવામાં આવતું તો તેમનું મોઢું મચકોડાઈ જતું. પરંતુ હવે સ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે. વધતી જતી મોંઘવારી-ખાનગી શાળાઓની તોતિંગ ફીને પગલે મધ્યમ વર્ગના વાલીઓએ મ્યુનિસિપલ શાળાઓ તરફ નજર દોડાવી છે. અત્યાર સુધીના વર્ષોમાં આ વર્ષે મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓમાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે.