સોનાના 10 ગ્રામના ભાવ 73 હજાર અને ચાંદીના કિલોના ભાવ 80 હજાર પાર કરી જતાં સોના-ચાંદી બજારમાં ટર્નઓવર ઘટી ગયું છે. સામાન્ય દિવસોમાં દર મહિને અંદાજે 210 કરોડનું ટર્નઓવર થતું હોય છે. પરંતુ હવે માંડ 80 કરોડનું થઈ ગયું છે. જેથી ખરીદીમાં 60થી 70 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત લગ્નસરાની મોસમ આવતી હોવા છતાં ખરીદી જામતી નથી.