ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠથી સાત કિલોમીટર દૂર આવેલા કોટેશ્વર ખાતે પાછલા હજારો વર્ષોથી આદિવાસી સમાજ ફાગણ વદ તેરસના દિવસે વહેલી સવારથી જ સરસ્વતી નદીના તટ ઉપર નવહતીનો મેળો યોજાતો હોય છે. મોટી સંખ્યાના આદિવાસી સમાજના લોકો વર્ષ દરમિયાન પોતાના ઘરે જે પણ સ્વજનના મૃત્યુ થાય તેના અગ્નિ સંસ્કાર કર્યા બાદ તેના અસ્થિ ઘરની બહાર માટીની નાની કુલડીમા મૂકી દે છે અને જ્યારે નવહતીનો મેળો આવે ત્યારે એક દિવસ અગાઉ પરિવારના સભ્યો સ્વજનના અસ્થિ જમીનથી બહાર કાઢીને કોટેશ્વર ખાતે લાવવામાં આવે છે.