પાટણ શહેરના સિધ્ધિ સરોવરમાંથી લોકોને પીવા માટેનું પાણી નગરપાલિકા તંત્ર દ્વારા સપ્લાય કરવામાં આવે છે. પરંતુ સરોવરમાં ઠલવાતા વિવિધ પ્રકારના કચરાને પગલે પાણી દૂષિત થઈ રહયું છે. ત્યારે સરોવર પાસે આવેલા કુબેરેશ્વર મહાદેવના સેવકોએ જીવના જોખમે સરોવરમાં ઉતરી અંદરથી ગંદકી દૂર કરી હતી અને પાલિકા તંત્રની આંખો ખોલી હતી.