મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે રાજપીપળામાં પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો અને તે દરમિયાન તેમણે કહયું હતું કે, તમારૂ કોઇ પણ કામ હોય સીધા મને કહેજો પણ તેમણે દેડિયાપાડા વિધાનસભામાંથી સૌથી વધારે લીડ અપાવવાની વાત પણ કરી હતી. બેઠકમાં અંકલેશ્વર - રાજપીપળા વચ્ચે બંધ થયેલી બ્રોડગેજ ટ્રેન, રાજપીપળાને આંતરાષ્ટ્રીય એરપોર્ટ આપવા સહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં હતાં. બેઠકમાં હાજર તમામ નાગરિકોનો એક સૂર હતો કે, કેવડિયાનો વિકાસ થઇ ગયો પણ રાજપીપળાનો કયારે કરશો.