લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતા સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. જેને લઈને વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ સહિત વિવિધ વિસ્તારોમાં વાહન ચેકીંગ દમણ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા કરવા આવી રહ્યું છે. દમણ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં વાહન ચેકીંગ દરમ્યાન 4.5 લાખ રૂપિયા રોકડા અને 1 88 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જેની સાથે 16 માર્ચથી અત્યાર સુધીમાં કુલ 16.77 લાખ રોકડા અને 4.58 લાખનો વિદેશી દારૂનો જથ્થો દમણ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.