વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં હોટલો દુકાનો રેસ્ટોરન્ટ વગેરેમાં ચેકિંગ કર્યું હતું અને શહેરમાંથી મીઠાઈ, ફરસાણ, મસાલા, પનીર, જ્યુસ ,ખાદ્યતેલ, આઈસ્ક્રીમ, મીઠો માવો, પ્રિપેર્ડ ફૂડ વગેરેનાલીધા હતા .જે પૈકી 28 નમુના લેબોરેટરીમાં ટેસ્ટ કરતા નાપાસ થયા છે. જેથી હવે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.