ઉનાળાની ગરમી હવે ધીમે-ધીમે વધી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ઊભા રહેતા હોય છે, જેના કારણે તેઓને તડકો અને ગરમી વધુ લાગે છે. જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ જંકશન પર લાગેલા સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને ઠંડકનો અહેસાસ થશે અને તે વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ ઓછું રહેશે.