અમદાવાદમાં એપ્રિલના આરંભે સ્વાઈન ફલૂના ૪૯ કેસ નોંધાયા છે.ગરમી વધવાની સાથે ઝાડા ઉલટીના ૩૩૧ કેસ નોંધાયા છે.અમરાઈવાડી ઉપરાંત વટવા તથા દાણીલીમડા વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો છે. પાણીજન્ય રોગના કેસની સંખ્યામાં વધારો થઈ રહયો છે. ટાઈફોઈડના ૬૮ તથા કમળાના ૪૬ કેસ નોંધાયા છે.ડેન્ગ્યૂના છ તથા મેલેરિયાના ત્રણ કેસ છ દિવસમાં નોંધાયા હતા.