હવામાન વિભાગે આગામી ચાર દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. જેને પગલે દક્ષિણ ગુજરાતનો નવસારી જિલ્લો બાગાયતી પાકનું નંદનવન કહેવાય છે. પણ ખેડૂતોને ભરઉનાળે માવઠાની ચિંતા સતાવી રહી છે. જેમાં આંબા પર રહેલી નાની કેરીનું ખરણ થશે તો મોટા થયેલા ફળને વરસાદથી ભેજ અને પાણી મળતા તે વહેલું પાકશે. તેમજ ફૂગ જન્ય બીમારીનો ભય પણ દૂર થશે.