ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે વાલિયા તાલુકાનાં સાબરિયા,પેટીયા અને કવચિયા ગામ સહિતના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર, પેટીયા ગામની સીમમાં સર્વે નંબર- 208 વાળી ખેતીની જમીનમાં આજુ બાજુના ખેડૂતો કે ગ્રામજનોની મંજૂરી લીધા વિના પથ્થરની કવોરી અંગે મંજૂરી મેળવી છે જે અંગે ત્રણ ગામના ગ્રામજનો,ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે 50થી 60 જેટલા માથાભારે તત્વોને મારક હથિયારો સાથે રસ્તા બાબતે ઝઘડો કરી ગામના જેટલા ખેડૂતો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનાને પગલે કોઈપણ ઇસમો સામે પગલાં નહીં ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.